ગાંધીધામમાં એક કારમાંથી 3.33 લાખના દારૂ સાથે બે ની અટક

copy image

copy image

ગાંધીધામમાં એક કારમાંથી 3.33 લાખના દારૂ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના ડી.સી.-2 નજીક આવેલ હોટેલ એમ્પાયર બાજુ દારૂ ભરેલ કાર આવી રહી છે. મળેલ બાતમીના  આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે આ કારમાંથી તપાસ દરમ્યાન કુલ રૂા. 3,33,090નો અંગ્રેજી શરબનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે તમામ દારૂનો જથ્થો કબ્જે કરી બંને શખ્સોની અટક કરી હતી. આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-