માંડવી પો.સ્ટે. ના મારામારીના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા પરપ્રાંતીય આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ-કચ્છ ભુજ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો,વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.હેડ.કોન્સ. કનકસિંહ ગોહીલ તથા પો.કોન્સ બલવંતસિંહ જાડેજાનાઓની ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,
માંડવી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૯૭/૨૦૨૩ આપ.પી.સી.કલમ ૩૨૩, ૩૨૪, ૧૨૦ (બી) વિ.ના મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી સુરેંદ્રસિંહ દેવીચરણ નિષાદ, મુળ.રહે. હીરાપુરા રામગઢ, તહેસીલ. ફતેહાબાદ જિલ્લો આગ્રા, હાલે રહે. સોલારિસ કંપની ખાવડા, તા.ભુજવાળો હાલમા ભુજ પ્રિન્સ રેસીડેન્સી હોટલની સામે ત્રણ રસ્તા પાસે રોડ ઉપર હાજર હોવાની સચોટ બાતમી હકીકત આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ મજકુરને હસ્તગત કરી, સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબ્જો માંડવી પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર જે.કે.બારીયા તથા એ.એસ.આઇ.હરિલાલ બારોટ તથા રૂદ્રસિંહ જાડેજાતથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા વિમલભાઈ ગોડેશ્વર તથા પો.કોન્સ બલવંતસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ઝાલા તથા નીરૂબેન મુળી તથા ડ્રા.પો.હેડ.કોન્સ.સુરેશભાઈ ચૌધરી નાઓ જોડાયેલ હતા.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-