અબડાસા ખાતે આવેલ જંગડિયામાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું

copy image

copy image

  અબડાસા ખાતે આવેલ જંગડિયામાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા ખાતે આવેલ જંગડિયામાં બંધ મકાનના તાળાં તોડી તેમાંથી નવ હજારની મત્તા પર હાથ સાફ કરનાર આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર નોંધાવેલ ફરિયાદ અનુસાર આ બનાવ ગત તા. 2ના રાતના સમયે બન્યો હતો. તસ્કરો આ બંધ મકાનના દરવાજાનું તાળું તોડી સોનાની બે વીંટી, ચાંદીની વીંટી સહિત 9, 250ની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-