અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં ઘરમાં ઘૂસી કાર સળગાવી દેનાર આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં ઘરમાં ઘૂસી કાર સળગાવી દેનાર આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે મેઘપર બોરીચીના મંગલેશ્વર નગરમાં રહેનાર દીપ કાંતિલાલ હડિયા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી ગઇકાલે રાત્રે આદિપુર તરફ જઈ રહ્યો હતો તે સમયે એક શખ્સે તેને ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરું છું, તું મને રોકડા આપ તેવું જણાવ્યુ હતું. બાદમાં આ શખ્સે ફરિયાદીના ખાતાંમાં રૂા. 2000 સેન્ડ કરેલ હતા. બાદમાં ફરિયાદી તેને પૈસા આપવા ગયેલ હતો જ્યાં આરોપી ઈશમોએ ફરિયાદીને પકડવા લાગતાં તે પોતાના ઘરે નાસી જઇ ઘરના દરવાજા બંધ કરી નાખ્યા હતા. જેથી આરોપી શ્ખ્સોએ ફરિયાદીના ઘરે આવી ગાળાગાળી કરી કારમાં આગ ચાંપી દીધી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-