રાપરના માનગઢ નજીકથી દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ

copy image

copy image

  રાપર તાલુકાના માનગઢ નજીકથી દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માનગઢથી રણ તરફ બાઇકથી જઈ રહેલ એક શખ્સ પાસે બંદૂક રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળી બાઈક આવતા પોલીસે તેને અટકાવી અને તપાસ કરવામાં  આવતા દેશી બંદૂક મળી આવી હતી.પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી બંદૂક કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-