રાપરના નાની હમીરપર ગામમાં 58 વર્ષીય આધેડનું શંકાસ્પદ મોત
રાપર ખાતે આવેલ નાની હમીરપર ગામમાં 58 વર્ષીય આધેડનું શંકાસ્પદ રીતે મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ ગત તા. 3/2ના બન્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાની હમીરપર ગામમાં એકલવાયું જીવન જીવતા જગદીશ નારણ રજપૂત નામના આધેડ ગામના સીમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. હતભાગી નાની હમીરપર ગામમાં એકલવાયું જીવન જીવતા અને મજૂરી કરતા હતા. આ આધેડનું કોઈ કારણોસર મોત નીપજયું હતું. ગામના સીમ વિસ્તારમાં આ આધેડનું મોત કયા કારણોસર થયું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-