પારુલ યુનિવર્સિટીની બસને નડ્યો અકસ્માત : ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ ખાડામાં પલટી
સૂત્રો જણાવી રહ્યા છે વડોદરામાં પારુલ યુનિવર્સિટીની બસને અકસ્માત નડ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ તથા ડ્રાઈવરને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અકસ્માત આજવાથી વાઘોડિયા તરફ જતાં L&T કંપની નજીક સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ ખાડામાં પલટી મારી ગઈ હતી.જાણવા મળી રહ્યું છે કે આ બસમાં 50 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે તેમજ ડ્રાઈવર અને બે વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-