આપણાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચીને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી

copy image

આપણાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચીને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હોવાની તસ્વીરો સામે આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અહી ઉપસ્થિત રહ્યાં હતા. મહાકુંભમાં પહોંચીને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવતી સમયે વડાપ્રધાન મોદી ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા પહેરેલી છે. વડાપ્રધાન મોદીએ સૌ પ્રથમ ગંગાને પ્રણામ કરી અને સંગમમાં આસ્થાની ડુબકી લગાવી હતી.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-