ભચાઉના ચોબરીમાં ગાળો આપવાની ના પાડતાં એક યુવાનને માર મરાયો
ભચાઉ ખાતે આવેલ ચોબરીમાં ગાળો આપવાની ના પાડતાં એક યુવાનને માર મરાયો હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 1/2ના સાંજે વેલાભાઈ આહીરની વાડીમાં બન્યો હતો. ફરિયાદી વાડીએ કામ કરી રહ્યો હતો, તે દરમ્યાન આરોપી આરોપી શખ્સે તેને બોલાવતાં ફરિયાદીએ ત્યાં જવાની ના પાડી હતી, જેમાં ઉશ્કેરાઈ ગયેલ આરોપીએ ગાળાગાળી કરી ધોકા લઈ આવી યુવાનને માર માર્યો હતો. આ બનાવમાં ફરિયાદીને અસ્થિભંગની ઇજાઓ પહોંચી હતી. અંતે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-