અંજારના ધમડકામાં એક યુવાન પર પાઈપ દ્વારા હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

copy image

 અંજાર  ખાતે આવેલ ધમડકામાં કંપનીની વસાહતમાં એક યુવાન પર પાઈપ વડે જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 31/1ના રાતના સમયે અંજારના ધમડકા ગામમાં આવેલી મોનો સ્ટીલ કંપનીની શ્રમિક વસાહતમાં બન્યો હતો. મજૂર ફરિયાદી રાજકુમારી રસોઈ બનાવીને પોતાના રૂમ બહાર આવતાં આરોપી શખ્સે મહિલાના ચારિત્ર્ય અંગે વાત કરી ગાળાગાળી કરી હતી. જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ આરોપી શખ્સે વધુ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરતા ફરિયાદીનો ભાઈ ત્યાં પહોંચ્યો હતો જ્યાં આ બંને વચ્ચે  ઝપાઝપી થઈ હતી. બાદમાં આરોપીએ પાઈપ ઉપાડી ફરિયાદીના ભાઈ પર હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-