ગુજરાત રાજ્યમાં વધુ એક શખ્સ બન્યો ડિજિટલ એરેસ્ટનો ભોગ
છેતરપીંડીના કિસ્સાઓ દિન-પ્રતિ-દિન વધી રહયા છે ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે જે અનુસાર ગુજરાત રાજ્યમાં વધુ એક શખ્સ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટના વેપારી સાથે આ બનાવ બન્યો છે. આરોપી શખ્સોએ ડિજિટલ અરેસ્ટ કરી આ વેપારી પાસેથી 5 લાખ 35 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જાણવા મળી રહ્યું છે કે નકલી વોરંટ બતાવી આ છેતરપિંડીનો સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યો છે. વેપારી વિરુદ્ધ નકલી અધિકારીએ ગુનો દાખલ કર્યો હતો. આ મામલે વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હોતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી દીધી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-