વડોદરામાં જાહેરમાં એક બુટલેગર પર ચપ્પુના ઘા ઝીંકી દેવાયા
સૂત્રો જણાવી રહ્યા છે વડોદરા ખાતે આવેલ મકરપુરા વિસ્તારમાં એક બુટલેગર પર જાહેરમાં છરી વડે હુમલો કરી દેવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરાના મકરપુરામાં દારૂના કેસમાં તે મારું નામ કેમ લીધું છે..? તેમ કહી બે શખ્સોએ મળીને આ યુવકને પેટ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દેવામાં આવેલ હતા.જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ તમામ બનાવનો સીસીટીવી વિડિયો સામે આવતા તેની મદદથી પોલીસે આગળને વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-