નર્મદાના માંગરોલમાં નર્મદા નદીના કિનારા પર આવેલ ઘાટ તૂટી ગયા : લોકો રજૂઆત કરીને થાક્યા

copy image

copy image

નર્મદા ખાતે આવેલ માંગરોલમાં નર્મદા નદીના કિનારા પર આવેલ ઘાટ તૂટી ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંગરોલમાં નર્મદા નદીના કિનારા પર આવેલ ઘાટ તૂટી ગયા છે જેને બનાવવા માટે વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર ઘાટ નિંદ્રામાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માંગરોલ ગામ પાસે નર્મદા નદીના ઘાટ પર આવેલ મંદિર આવેલ હોવાથી, નદીમાં ભેખડો ધોવાણ થતા મંદિરનો ભાગ ધરાશયી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે નર્મદા જિલ્લાના ગામડાઓમાં વિકાસના નામે નહિવત જેવી સ્થિતિ જણાઈ છે. સ્થાનિક લોકો ઘાટ બનાવવાની રજૂઆત કરીને થાકી ગયા હોવાથી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપેલ હોવાનું સામે આવ્યું છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-