ગોધરામાંથી 24 હજારના શરાબ સાથે એકની ધરપકડ

hathkadi

copy image

copy image

  માંડવી ખાતે આવેલ ગોધરામાંથી 24 હજારના શરાબ સાથે એક શખ્સને એલસીબીએ દબોચી લીધો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં  હતી તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં ગોધરામાં જિજ્ઞેશ કરશન બુચિયાના કબજા-ભોગવટાનાં મકાન પર રેડ પાડી તેમાંથી જુદા જુદા બ્રાન્ડની શરાબની કુલ 36 બોટલ કુલ કિ. રૂ. 24 હજારના શરાબના જથ્થા સાથે આરોપી શખ્સને ઝડપી પાડવામાં આવેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.