અંજારમાં ઝેરી જંતુ કરડી જનાર વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત

dead-body-floor-60202053

copy image

copy image

અંજારમાં ઝેરી જંતુ કરડી જનાર વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 30/1ના સવારના અરસામાં અંજારના હેમલાઈ ફળિયાંમાં બન્યો હતો. અહીં 70 વર્ષીય જેનકબેન નામના વૃદ્ધા પોતાના ઘરે કામ કરી રહ્યા હતા. તે સમયે તેમને કોઈ ઝેરી જંતુ કરડી જતાં સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ વૃદ્ધાએ સારવાર દરમ્યાન અંતિમ શ્વાશ લીધા હતા.