નરા પોલીસ સ્ટેશન શી ટીમની કામગીરી

આજરોજ પોલીસ મહા નિરીક્ષકી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકથી વિકાસ સુંડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા ભગોરા સાહેબશ્રી નાઓની સુચના હેઠળ નરા પોલીસ સ્ટેશનના નરા ગામની સરકારી હાઇસ્કુલ તેમજ પ્રાથમીક શાળાના વિધાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી પોલીસ સ્ટેશનના જુદા જુદા વિભાગો અંગે સમજણ આપી અને પોલીસ પ્રજા માટે રાત-દિવસ ખંત અને નિષ્ઠાથી સરહદી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોતાની કામગીરી કરે છે તેવી સમજ કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓને પોલીસના ભયથી મુક્ત રહેવા સમજ આપેલ અને આ કાર્યક્રમ દરમ્યાન પોલીસ સ્ટેશન ખાતે આવેલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ચોકલેટ વિતરણ કરવામાં આવેલ.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
ઉપરોક્ત કામગીરીમાં પો.સબ ઇન્સ. શ્રી વી.ડી.ગોહિલ સાહેબ,તથા એ.એસ.આઇ નરેન્દ્રસિંહ પરમાર, તથા હરશીભાઇ મહેશ્વરી, નરેશભાઇ ચૌધરી, છત્રસિંહ સોઢા તથા જી આર.ડી. મહિલા સભ્ય પ્રકાશકોર રાયશીખ ધ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે