માથક નજીકથી દારૂની 12 બોટલ સાથે એક બાઈક ચાલક ઝડપાયો
copy image

અંજાર તાલુકાના માથક નજીકથી પોલીસે એક શખ્સને દારૂ સાથે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માથક નજીક આવેલ એકલવ્ય વિદ્યામંદિર સામે રોડ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ પકડાયેલ શખ્સ પોલીસ પટ્ટાવાળી નંબર પ્લેટ વગરની બાઈક લઈને જઈ રહ્યો હતો, તે દરમ્યાન માથક નજીક એકલવ્ય વિદ્યામંદિર સામે તેને રોકાવી થેલાની તપાસ હાથ ધરાઈ હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન આ શખ્સ પાસેથી રૂા. 8,076ની 12 બોટલ દારૂ મળી આવ્યો હતો.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.