ભચાઉ નજીકથી પસાર થતા વાહનચાલકોને પૈસાની લાલચ આપી સળિયા ચોરીના કાંડનો થયો પર્દાફાશ : એકની થઈ અટક

police_stationnn

copy image

copy image

  ભચાઉ નજીકથી પસાર થતા વાહનચાલકોને પૈસાની લાલચ આપી સળિયાચોરીના કાંડનો પર્દાફાશ કરી દેવાયો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે એક શખ્સને દબોચી લઈ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વોંધથી ભચાઉ આવતા માર્ગ નજીક આવેલી આશિષ હોટેલની પાછળ સળિયાની ચોરી થઈ રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હોટેલ પાછળ ઊભેલા ટ્રેઇલર માંથી અમુક શખ્સો સળિયા નીચે ઉતારી રહ્યા હતા. આ શખ્સો પોલીસને આવતા જોઈ ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. જેમાથી એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ હતો. આ શખ્સ ટ્રેઇલરમાં સળિયા ભરી ભુજ બાજુ આવી રહ્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે જમીન પર પડેલા 700 કિલો રૂા. 38,500ના સળિયા તથા વાહનમાં રહેલ રૂા. 18,67,925ના સળિયા કબ્જે કાર્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.