ભચાઉ પો.સ્ટે વિસ્તાર માંથી ગેરકાયદેસ૨ દેશી હાથ બનાવટના તમંચા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ પૂર્વ-કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારો શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ ભચાઉ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સાજીદ ઉમર ભટ્ટી રહે. હિમતપુરા ભચાઉ વાળા પાસે ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા જેવુ હથિયાર છે. જે હથિયાર લઈને માનસરોવર તરફથી જુના બસ સ્ટેશન તરફ પગે ચાલીને આવી રહેલ છે. જેથી એલ.સી.બી ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી આ જગ્યાએ જઈ તપાસ ક૨તા ઉપરોકત આરોપી પાસેથી દેશી બનાવટનો સિંગલ બેરલ વાળો તમંચો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે
પકડાયેલ આરોપીનું નામ
(૧) સાજીદ ઉમર ભટ્ટી ઉ.વ. 30 રહે.હિમતપુરા રેલ્વે કવાટર્સની બાજુમાં ભચાઉ
હાજર ન મળી આવેલ આરોપીનું નામ
(૧) સરદાર (આખુ નામ સરનામુ મળી આવેલ નથી)
કબ્જે કરેલ મુદ્દામાલ
-દેશી હાથ બનાવટનો તમંચો (અગ્નિશાસ્ત્ર) નંગ-૧ કિ.રૂ. પ૦૦૦/-
- મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦0/-
કુલ કિ.રૂ. ૧૫૦૦૦/-
દાખલ થયેલ ગુનાની વિગત
ભચાઉ પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૯૧/૨૦૨૫ આર્મ્સ એક્ટ ૬.૨૫(૧-બી)એ, બી.એન.એસ.૬.૫૪ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.