મોટી વિરાણી માર્ગ પર ભારવાહક વાહનોની અવર જવરના કારણે લોકો પરેશાન : ખરાબ રસ્તાના કારણે ટ્રેલર ઢોળાવ ચડવાને બદલે પરત વળ્યું
copy image

નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણી માર્ગ પર ભારવાહક વાહનોની અવર જવરના કારણે લોકોને ટ્રાફિકજામની સમસ્યાથી રોજ પરેશાન થવું પડી રહ્યું છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે મીઠા ભરેલાં ટ્રેઇલરે ઢોરો નજીક સૌથી મોટી ચાડી ચડતાં ખૂબ મુશ્કેલી પડી હતી. આ ટ્રેલર ઢોળાવ ચડવાને બદલે પરત વળતાં રસ્તાની વચ્ચોવચ્ચ મોં ફેરવીને ડ્રાઇવરની સજાગતાનાં કારણે વાહનને ઊભા રાખી દેવાની ફરજ પડી હતી.વધુમાં જાણવા મળી રહ્યું છે કે સ્થાનિકોના મત અનુસાર અચાનક ટ્રેઇલર રિવર્સમાં ઢોળાવ ચડતાં જોગાનુ જોગ અને વાહન પાછળ કોઇ વાહન ન હતું અને બપોરનો સમય હોતાં ટ્રાફિક જેવી કોઈ સ્થિતિ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ડ્રાઇવરની સજાગતાના કારણે આ વાહન સાઇડમાં ઊથલતાં બચ્યું હતું. આ ગાડી આડશ બની જતાં આ હાજીપીરનો રસ્તો બંધ પડી જવાના કારણે વાહનો કે લોકોની અવર જવર સંપૂર્ણ પણે બંધ થઈ હતી.