તસ્કરોની હીમત વધી : પોલીસ સ્ટેશનને પણ ન મૂક્યું

copy image

copy image

તસ્કરોની હીમત દિન-પ્રતિ-દિન આકાશે આંબવા લાગી છે. તેવી જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં ચોર ઈશમોએ પોલીસ સ્ટેશન ને જ પોતાનું નિશાન બનાવ્યું છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 2/2 અગાઉ જખૌ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ આવેલા મુદ્દામાલ રૂમમાં થયો હતો અહી જપ્ત કરેલા મુદ્દામાલમાંથી 4પ હજારની કિંમતના કોપર વાયરની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થયા છે.  આ મામલે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર આશરે પચ્ચીસેક દિવસ અગાઉ મુદ્દામાલ બરોબર હતો પરંતુ ગત તા. 2/2ના મુદ્દામાલના રૂમના દરવાજાનો નકુચો વળેલો જણાયો હોવાથી તપાસ કરવામાં આવતા વિવિધ થેલાઓમાંના કોપર કેબલ અને ધાતુના બંધિયા અને પ્લેટો એમ કુલ રૂા. 45,000નો મુદ્દામાલ ગાયબ જણાયો હતો. આ ચોરીનો બનાવ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.