મોરગર નજીક નેશનલ હોટેલ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત

accident

copy image

copy image

 ભચાઉ ખાતે આવેલ મોરગર નજીક નેશનલ હોટેલ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ રાત્રે 12 થી 1 વાગ્યાના અરસામાં બન્યો હતો. મૂળ પંજાબના વતની આ બંને યુવાન બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન અજાણ્યા વાહને તેમને  અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થતાં તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. પોલીસે  આ બનાવ અંગે વધુ તપાસ આદરી છે.