માનકુવા વૃંદાવન હોટેલ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત અન્ય ઘાયલ

Accident_Logo-1

copy image

copy image

માનકુવા વૃંદાવન હોટેલ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા તેમજ અન્ય આઠ ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે સવારે સામત્રાથી પ્રવાસીઓને લઇ જતો છકડો માનકૂવા નજીક પહોંચતાં પાછળથી પૂરપાટ આવતા ટેમ્પાએ તેને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં છકડામાં સવાર આઠ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ચાર લોકોમાં મોત થયા છે. પોલીસે આ મામલે અકસ્માત સર્જનાર વાહનને જપ્ત કરી આગળની વધુ તપાસ આરંભી છે.