ગાંધીધામમાં પૂર્વ કચ્છ એસઓજીએ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપયા

પૂર્વ કચ્છ એસઓજીએ ગાંજાના જથ્થા ની બાતમીના આધારે ગાંધીધામમાં ડીસી-૨ વિસ્તારમાં કુરિયરની ઓફિસ બહાર વોચ ગોઠવી દરમ્યાન આરોપી રાજીવ વિન્દેસ્વરરાય અને સુભાષ દાહોર જાદવ ગાંજાનો જથ્થો લઇ નિકળતાં તેમને ઝડપી લીધા હતા તેમના કબજામાંથી ૧૨.૧૪૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા ૧.૨૧.૪૦૦ નો મુદ્દામાલ કબજે લઈ બંને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આ ગુનામાં અજયસાવ રહેવાસી ઓરિસ્સા અને ગાંજાની ડિલિવરી લેનારા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે