અંજારમાં તીક્ષ્ણ હથિયારથી યુવકનું ગળું વેતરી લાશને કેનાલમાં ફેંકી દેવાતા ચકચાર

અંજારમાં વેલસ્પન કંપનીમાં નોકરી કરતા યુવકની ગળામાં તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકીને નર્મદા કેનાલમાં પાણીમાં નાખી ક્રુરતાપૂર્વક હત્યાના બનાવથી ચકચાર મચી ગઇ છે મરણ જનાર યુવકનું રાત્રે અજાણ્યા લોકો એ હત્યા કર્યા ની શક્યતા છે મરણ જનાર ૩૨ વર્ષીય રાહુલકુમાર રાકેશકુમાર ગૌડ વરસામેડી ગુરુકૂપા સોસાયટીમાં ભાડાંના મકાનમાં પત્ની અને ૯ અને ૧૩ વર્ષીની બે બાળકી સાથે રહે છે રાહુલ વેલસ્પન કંપનીમાં પાઈપ પ્લાન્ટમાં કામ કરે છે પત્ની પૂંજા પણ વેલસ્પન ટેકસટાઇલ યુનિટમ નોકરી કરે છે બાજુના રૂમમાં તેનો મિત્ર ઇન્દ્રજીત ગુજર પણ એકલો રહે છે રાહુલ ડ્યુટી થી ઘરે પરત ન આવતાં પત્નીએ શોધખોળ હાથ ધરેલી બીજા દિવસે બપોરે પુલીસને નર્મદા કેનાલમાં લાંસ પડી હોવાની જાણ થતાં અજાણ્યા શખ્સોએ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે JAN JAAGRAN SANDESH