જખૌમાં ખાનગી માલિકીની જમીન પર કંપની દ્વારા કરાતા ગેરકાયદે ખનન પર ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી

અબડાસા ખાતે આવેલ જખૌ વિસ્તારમાં ખાનગી માલિકીની જમીન પર કંપની દ્વારા કરવામાં આવી રહેલ ગેરકાયદે ખનન પર ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દોઢ-બે વર્ષ અગાઉ 56 લાખની માટી ખનિજના ગેરકાયદે ખોદકામ પર પણ ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી પશ્ચાત કાનૂની પ્રક્રિયામાં ખાનગી જમીન માલિકની અરજીને ધ્યાનમાં રાખીને આ કેસમાં હાઇકોર્ટનાં માર્ગદર્શન અનુસાર નલિયા કોર્ટ ખાતે કંપનીની જવાબદાર વ્યક્તિનું નામ દાખલ કરવા જણાવાતાં આર્ચિયન ગ્રુપ ઓફ કંપની ભારત સોલ્ટના ડેપ્યૂટી મેનેજરનું નામ આ પ્રકરણમાં દાખલ કરવાની કાર્યવાહી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.