અમરેલી એસઓજી પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ગીરધરવાવ વિસ્તારની બાતમી રાહે હકિકત મળેલ કે લવ ટેકરીની પાછળના ભાગે એક શખ્સ પોતાની પાસે પિસ્તોલ હથિયાર રાખેલ છે. તેવી ચોક્કસ બાતમી મળતા બાતમીમાં વર્ણન વાળા શખ્સ રૂસ્તમ હબીબભાઇ પઠાણને પિસ્તોલ સાથે ઝડપી પાડી આર્મસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી સાવરકુંડલા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.