મોરબીમાં દારૂના ધંધાના ખારમાં કાંતી ડાભીનું અપહરણ કરનાર બે ઇસમો પકડાયા

મોરબીમાં દારૂના ધંધાનો ખાર રાખી માધાપરના યુવાનનું અપહરણ કરનાર બે ઇસમોને પોલીસે પકડી પાડી આકરી સરભરા કરી હતી. મળતી વિગત અનુસાર મોરબીના માધાપર શેરી નં.૧૯ ના રહેવાસી કાન્તીભાઇ નિકુંજભાઇ ડાભી નામના યુવાને ફરીયાદ લખાવી હતી કે ઈસમ અબુ ફતેમામદ કટિયા અને મુસ્તાક ફતેમામદ કટિયા રહે બંને વિસીપરા વાળા ફરીયાદી યુવાનને મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરી વિસીપરા ખાતેના મકાને લઇ ગયા હતા, જયાં દેશી દારૂના ગ્રાહકો તોડે છે કહીને ઢોર માર મારીને ફરીયાદી યુવાનના પગ ભાંગી નાખ્યા હતા, અને તેને ધમકી આપવામાં આવી હોવાનું ફરીયાદમાં જણાવ્યું હતું, જે અંગે પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધી વધુ તજવીજ ચલાવતા ‘એ’ ડીવીઝન સ્ટેશનના પી.એસ.આઇ. સી.એચ. શુકલા અને રાઇટર રાજુભાઇ દલવાડી સહિતના સ્ટાફેબંને ઇસમોને વિસીપરા પાસેથી પકડી પાડીને તેના જ વિસ્તારમાં લઇ જઇને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *