પોલીસ બના ચોર : જખૌ પોલીસ મથકે થયેલ ચોરીના ગુનામાં હેડ કોન્સ્ટેબલ જ નીકળ્યો આરોપી

police

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે, જખૌ પોલીસ મથકે થયેલ ચોરીના ગુનામાં  ભુજ એ-ડિવિઝન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવની તપાસ હાથ ધરવામાં આવતા સીસીટીવી ચકાસતાં એક બ્લેક કલરની કાર જોવા મળી હતી જેના નંબરના આધારે આરોપીની અટક કરવામાં આવેલ હતી તેમજ તેને પૂછતાછ કરવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અગાઉ આ શખ્સ જખૌ પોલીસ મથકમાં એકાઉન્ટ રાઈટર હેડ તરીકે નોકરી કરતો હોવાના કારણે ત્યાંના પોલીસ મથકમાં કબ્જે કરવામાં આવેલ મુદામાલ ક્યાં રખાતા હતા તેનાથી વાકેફ હતો. જેથી આ શખ્સે મોજશોખ માટે ભુજના સ્ટેશન રોડ પર પ્રિન્સ હોટેલ નજીક આવેલ એક જામ ટ્રેઈનર તરીકે કામ કરતા તેના મિત્ર વરુણની બ્લેક વર્ના કાર લઈ જઈને વાયર ચોરી કરી હતી.  પોલીસે છેલ્લા બે-એક વર્ષથી એકાઉન્ટ રાઈટર હેડ તરીકે નોકરી કરનારની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.