જખૌ પો. સ્ટે.ના મુદ્દામાલ રૂમમાંથી વાયર ચોરીના ગુનામાં ભુજ A ડિવિઝનનો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
copy image

નલિયા જખૌ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી કેબલ ચોરીના બે જુદા જુદા ગુનામાં ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેંડ તરીકે ફરજ બજાવતા હેંડ કોન્સ્ટેબલ પ્રવિણ પંડ્યાની ધરપકડ કરી છે પ્રવિણે અંગત મોજશોખ માટે વાયર ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પ્રવિણે ભુજના સ્ટેશન રોડ પર પ્રિન્સ હોટલ પાસે આવેલા એક જીમમાં ટ્રેઈનર તરીકે કામ કરતા તેના મિત્ર વરુણ ધોરાડિયાની બ્લેક વર્ના કારમાં અંજામ આપ્યો હતો, જખૌ પોલીસે કેમેરા ચેક કરતાં બનાવ પ્રકાશમાં આવ્યો જેના આધારે વરુણ ધોરાડિયાની ધરપકડ કરી સોમવાર સુધી રીમાન્ડ પર લેતા વરુણે સમગ્ર કાવતરું હેડ કોન્સ્ટેબલ પ્રવિણ પંડ્યાએ પાર પાડ્યું હોવાનું બહાર આવ્યું.