ભચાઉ પો.સ્ટે વિસ્તારમાંથી લોખંડના સ્ક્રેપના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ ડોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી હડીકત મળેલ કે મુકેશ કજોડમલ જાટ રહે-જુની મોટી ચિરઈ નામનો ઇસમ જુની ચીરઈ પાસે આવેલ જીયોના પેટ્રોલપંપ પાસે પોતાના અંગત ફાયદા સારૂ હાઇવે પર જતા અલગ અલગ ટ્રેલરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી લોખંડના ભંગાર(સ્કેપ)ની ચોરી કરે છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા મુકેશ ૬જોડમલ જાટ રહે- જુની મોટી ચિરઈ તથા શ્યામલાલ મહેરબાનસિંગ ખારોલ રહે-વોંધ વાળા બે ઇસમો પીક અપ ડાલામાં લોખંડના સ્કેપ ભરી ઉભેલા હતા. જેઓને તે લોખંડના સ્કેપ બાબતે પુછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા ઉપરોકત આરોપીને પકડી પાડી ભચાઉ પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી એલસીબી દ્રારા ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે ભચાઉ પો.સ્ટે. ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) મુકેશ કજોડમલ જાટ રહે-જુની મોટી ચિરઈ તા-ભચાઉ ખેમાણા તા-રાયપુર જે.ભીલવાડા રાજસ્થાન

(૨) શ્યામલાલ મહેરબાનસિંગ ખારોલ રહે-પ્લોટ વિસ્તાર વોંધ તા-ભચાઉ મૂળ-ખારોલ ખેડા તા-મહેતપુર જી-ઉજ્જૈન (એમ.પી)

શોધાયેલ ગુનો-

  • ભચાઉ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૯૩/૨૫ બી.એન.એસ.૬.303(૨), ૬૧(૨),૫૪

મુદામાલ ની વિગત –

લોખંડના સ્કેપ (ભંગાર) ૮૬૦ કિ.ગ્રા. કિ.રૂ.૪૭,૩૦૦/-

મોબાઈલ ફોન નંગ-૦૨ કિં.૨૦,૦૦૦/-

પીક અપ ડાલુ રજી.નં. જીજે-૦૮-વી-૧૨૧૩ કિ.રૂ.3,00,000/-

डि.३. ३,१७,३००/-

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.