બેકારીથી કંટાળી જઈને વરિયાવ બ્રિજ પર આપઘાત કરવા પહોંચેલ યુવાનને પોલીસે અટકાવ્યો

copy image

copy image

સુરત શહેરમાં બેકારીથી કંટાળી ગયેલ યુવાન વરિયાવ બ્રિજ પર આપઘાત કરવા પહોંચેલ હતો ત્યારે સિંગણપોર પોલીસે ઘટના સ્થળે જઈ યુવકને આત્મહત્યા કરતાં રોકી લીધો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સિંગણપોર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે વરીયાવ બ્રિજ પર એક યુવાન આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે. મળેલ માહિતીના આધારે તુરંત સિંગણપોર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક યુવાન બ્રિજની રેલિંગમાં કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે આ યુવાનને આવું કરતાં અટકાવ્યો હતો.