ગાંધીધામની ઝૂંપડપટ્ટીમાં રહેનાર 19 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

ગાંધીધામમાં ઝૂંપડપટ્ટીમાં રહેનાર 19 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ રિશી શિપિંગ સામે રેલવે, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર ખુશવીરનાથ નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. જાણવા મળી રહયું છે કે હતભાગીના માતા- પિતા રાજસ્થાન ગયેલ હતા અને ઘરે પોતે તથા તેનો ભાઇ હતા.તે સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.