ગાંધીધામમાં વાહન ચલાવવા મુદ્દે એક યુવાનને સળિયાથી માર મરાયો
copy image

ગાંધીધામમાં વાહન ચલાવવા મુદ્દે એક યુવાન પર હુમલો કરી દેવામાં આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં જલારામ સોસયટી નજીક વાહન ચલાવવા મામલે બે ઈશમોએ એક યુવાનને સળિયાથી માર માર્યો હતો. ગત તા. 7/2ના બપોરના સમયે આ બનાવના ફરિયાદી એવો મિહિર બિપીન ચંદારાણા એક્ટિવા લઇને ઘરે જમવા જઇ રહ્યો હતો, તે દરમ્યાન વિજય નામનો યુવાન પણ તેની સાથે હતો.આ બંને જલારામ સોસાયટી નજીક પહોંચતાં પાછળથી હેરિયર કારના ચાલકે ઓવરટેક કરતાં ફરિયાદીએ વાહન ધીમે ચલાવવાનું જણાવ્યુ હતું જેથી બાદમાં બોલાચાલી થતાં કારમાં સવાર શખ્સે ફરિયાદીને માથામાં પથ્થર માર્યો હતો. બાદમાં તેની સાથે અન્ય કોઈ શખ્સ આવેલ અને બંને મળીને ફરિયાદીને માર માર્યો હતો. ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.