કેરા ખાતે નધણીયતા બિન વારશું રખડતા ભટકતા અને પ્લાસ્ટિક કચરો ખાતા પશુઓને પકડી જડેશ્વર મહાદેવ ગૌશાળા ખાતે રખાયા

કેરા તા,ભુજ કેરા ખાતે નધણીયતા બિન વારશું રખડતા ભટકતા અને પ્લાસ્ટિક કચરો ખાતા પશુઓને પકડી જડેશ્વર મહાદેવ ગૌશાળા ખાતે રાખવામા આવ્યા. અગાઉ 2017 માં કેરા ગામમાં રખડતા ભટકતા નધણીઆતા બીન વારસો ગાય,વાછરડા,તેમજ નદીઓ ને ગામ માંથી પકડી અને જડેશ્વર ગૌશાળા ખાતે રખાયા હતા જેની આજે પણ અવિરતપણે સેવા ચાલુ જ છે હાલમાં ફરી ગામમાં પશુઓ વધી જતા તેમને રાત્રે પકડી અને જડેશ્વર ગૌશાળા ખાતે રખાશે જેમની કામગીરી જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટના યુવાનો દ્વારા કડી મહેનતથી પશુઓ પકડવાનું બે દિવસથી ચાલુ છે અને જેટલા પણ રખડતા ભખડતા પશુઓ છે તેમને આઠ થી દસ દિવસમાં પકડી અને જડેશ્વર ગૌશાળા ખાતે રખાશે