ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારીઓ કર્મચારીઓને તારીખ 11/02/2025થી હેલ્મેટ ફરજીયાત…

ગુજરાત રાજયના તમામ સરકારી અધિકારી/કર્મચારીઓ રાજયના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે “ રોલ મોડલ ” બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સરકારી કર્મચારીઓ ધ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે.

ગુજરાત રાજયમાં હેલ્મેટના નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય. ગુજરાત રાજયમાં હેલ્મેટના નિયમનો અમલ રાજયના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે આવતીકાલ તા. ૧૧/૦૨/૨૦૨૫થી ગુજરાત રાજયના તમામ સરકારી કચેરીઓના પ્રવેશધ્વાર પાસે ટ્રાફીક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સુચના છે.

અત્રેની કચેરીના સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક ધ્વારા આ કામગીરી ઉપર રોજે રોજ સુપરવિઝન અને મોનીટરીંગ રાખવા અને થયેલ કાર્યવાહીથી અમોને સમયાંતરે માહિતગાર કરવા સુચના આપવામાં આવે છે.