સામખિયાળીમાં ઘોળા દિવસે બંધ મકાનમાંથી ચોરી થતાં ચકચાર

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં ઘોળા દિવસે બંધ મકાનમાંથી ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 5/2 ના રોજ ભચાઉના સામખિયાળીમાં શિવશક્તિ નગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર ફરિયાદી ચંપાબેન પ્રદીપ કોળીના જેઠના દીકરાનું મુંડન હોવાના કારણે પરિવાર સાથે  જડસા ગામે ગયેલ હતા. તે દરમ્યાન બપોરના સમયે ફરિયાદી પોતાના ઘરના દરવાજાને કડી મારી સામે આવેલા મકાનમાં કપડાં ધોવા ગયેલ હતા અને  પરત આવીને જોતાં ઘરમાં રાખેલ કબાટ ખુલ્લો જણાતા તપાસ કરાઈ હતી. અહીથી સોના ચાંદીના નાના-મોટા દાગીના સહિત કુલ કુલ રૂા. 37,500ની મતાની ચોરી થઈ હોવાનુ સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.