શરાબ ભરેલો ટેમ્પો પકડી પાડવા પોલીસની રેસ : ચાલક પલાયન

જરોદ-વડોદરા હાઇવે પર પોલીસે એક ટાટા ટેમ્પોનો પીછો કરી શરાબનો મોટો જથ્થો પકડી પાડયો છે. જો કે ચાલક ટેમ્પો મુકી પલાયન થઇ જતા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. હાલોલ તરફથી શરાબનો જથ્થો ભરીને મરુન કલરનો ટાટા ટેમ્પો વડોદરા તરફ જવાનો છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીના માણસોએ આમલીયારા જીઇબી નજીક રસ્તા પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો જરોદ તરફથી આવતા રસ્તા પર આડશો મુકી ચાલકને ટેમ્પો ઉભો રાખવા પોલીસના માણસોએ ઇશારો કર્યો હતો પરંતુ ચાલકે ટેમ્પો ઉભો રાખવાના બદલે ચાલકે રોડ કટ કરી ટેમ્પો વડોદરા તરફ ભગાવ્યો હતો. દરમિયાન પોલીસે પણ ટેમ્પાનો પીછો કર્યો હતો. આમલીયારા બ્રીજ નજીક ટેમ્પાને કોર્ડન કરી પકડવા જતા અચાનક બ્રેક મારી ટેમ્પો ઉભો રાખી ચાલક ટેમ્પામાંથી કુદીને ભાગી ગયો હતો. પોલીસે ચાલકને પકડી પાડવા પીછો કર્યો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતાં ૧,૪૪૦ શરાબની બોટલો મળી હતી. પોલીસે ટેમ્પો સહિત કુલ રૂ.૬.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *