ચેક પરત ફરવાના કેસમાં આરોપી નિર્દોષ જાહેર

ચાર લાખનો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ કેસના ફરિયાદી ગાંધીધામના મોહનભાઇ સથવારાએ આરોપી શખ્સને મિત્રતાના નાતે ચાર લાખ લોન પેટે ઉછીના આપ્યા હતા જેના વળતર માટે આપવામાં આવેલ ચેક પરત ફરતાં ફરિયાદીએ કેસ દાખલ કર્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ કેસમાં ફરિયાદી પોતાની આર્થિક સ્થિતિ પૂરવાર કરી ન શકતાં અને કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં કોર્ટે આરોપી શખ્સને નિર્દોષ ઠરાવતો હુકમ જાહેર કર્યો છે.