સુરતમાંથી વધુ એક નકલી ડોક્ટર દબોચાયો

copy image

સુરતમાંથી વધુ એક નકલી ડોક્ટર દબોચાયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લસકાણા ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ નજીક સુરતમાં ઝોન-1એલસીબી શાખા દ્વારા રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અહીથી કોઈપણ જાતની ડીગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લઈ દવાખાનામાંથી મેડિકલ સામાન તથા દવાનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.