પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે

આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ગત દિવસે સોમવારે ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ત્યાં પ્રધાનમંત્રીશ્રી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ‘AI એક્શન સમિટ’નું સહ-અધ્યક્ષતા કરશે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ‘X’ પરની એક પોસ્ટમાં તેમના આગમનના ફોટા શેર કરતાં જણાવ્યુ કે, હું અહીં વિવિધ કાર્યક્રમોની રાહ જોઈ રહ્યો છું જે ભવિષ્યમાં AI, ટેકનોલોજી અને નવીનતા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.”