શિણાયમાં બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.45 લાખ રોકડા લઈ થયા ફરાર

copy image

ગાંધીધામ ખાતે આવેલ શિણાયમાંથી બંધ ઘરનાં તાળાં તોડી 1.45 લાખની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શિણાયની રવેચીધામ-3 સોસાયટીમાં રહેતા તેમજ ભચાઉ પ્રાંત અધિકારીની કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવનાર વિક્રમ ભુરાજી ગોહિલનાં ઘરે ચોર ઈશમોએ ખાતર પાડ્યું હતું. ગત તા. 5/2ના ફરિયાદી પોતાનાં ઘરને લોક કરી બાદમાં પોતાની ફરજ પર ભચાઉ પ્રાંત કચેરીએ ગયેલ હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે ફરિયાદી ત્રણ દિવસની રજા પર પોતાના વતન ગયેલ હતા. જ્યાં તેમના પાડોશીએ ફોન કરી ઘરનાં તાળાં તૂટેલાં હોવાની વિગતો જણાવી હતી. આ અંગે જાણ થતાં ફરિયાદીએ તરત આવીને તપાસ કરતાં ઘરમાં તમામ સર-સામાન વેર-વિખેર હાલતમાં જણાયો હતો ઉપરાંત કબાટની તિજોરી પણ તૂટેલ હાલતમાં જણાઈ હતી. વધુ તપાસ કરતાં અહીથી રોકડ રૂા. 1,45,000ની ચોરી થઈ સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.