ગળપાદર નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

copy image

copy image

ગળપાદર નજીક ટેન્કરે બાઇક ચાલકને હડફેટમાં લેતાં એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ 38 વર્ષીય સુશાંત બહેરા નામનો યુવાન પોતાની બાઇક લઈને જઈ રહ્યો હતો તે દરમ્યાન સામેથી આવતા ટેન્કરએ બાઇકને હડફેટમાં લેતા આ ગોઝારો અકસ્માર સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ અંગે પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.