કારેલીબાગ મન્સુરી કબ્રસ્તાન નજીક રહેતો નામચીન સટોડિયો કામીલ ગફુરમીયા શેખ અને તેનો સાગરિત હાલમાં ચાલી રહેલી આઈપીએલની ક્રિકેટ મેચ સટ્ટો રમે છે. આ બંને ઇસમો મસ્તાન બાવાની દરગાહ નજીક મોબાઈલ ફોન પર લીધેલા સટ્ટાનો હિસાબ કરવા ભેગા થયા છે, તેવી બાતમીના આધારે પીસીબીએ રેઈડ કરી કામીલ અને તેનો સાગરિત જીગ્નેશ અંબાલાલ પટેલ પકડ્યા હતા. પોલીસે તેમના મોબાઈલ ફોન કબ્જે કરતાં તેમાંથી અલગ -અલગ સટોડિયાઓના હિસોબા મળ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૨૦ હજાર તથા ૩ ફોન મળી કુલ રૂ.૪૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલા સટ્ટાકાંડમાં પણ કામીલનું નામ ખુલ્યું હતું. આ કેસમાં તે વોન્ટેડ હોવા છતાં ખુલ્લેઆમ ફરી રહ્યો હતો, પરંતુ સયાજીગંજ પોલીસે તેને પકડવાની કોઈ દરકારી લીધી ન હતી. રીઢો ગુનેગાર કામીલ અગાઉ જુદા – જુદા પોલીસ સ્ટેશનોમાં રાયોટીંગના ગુનામાં પણ ઝડપાયો હતો.