ગોધરાના ગેની પ્લોટ નજીક નદીની ધાસમાં જુગાર રમતા છ શખ્સોની બી ડીવીઝન પોલીસે ૬૦ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. પોલીસની રેઇડ દરમિયાન પશુ અત્યાચાર સહિતના ગુનામાં વર્ષથી નાસતો ફરતો કુખ્યાત શખ્સ પણ પકડાઈ ગયો છે. ગોધરા બી ડીવીઝન પી.આઇ બી.આર.ગોહિલને ગોધરાના ગેની પ્લોટ વિસ્તારમાં આવેલી મેશરી નદીના ધસમાં જુગાર રમાઇ રહયો હોવાની બાતમી મળી હતી.જે આધારે પોસઇ એમ.એન.જાડેજા અને સ્ટાફે બાતમીના સ્થળે રેઇડ કરી હતી. દરમિયાન છ શખ્સો જુગાર રમતા પકડાઈ ગયા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી ૪૩ હજાર રોકડા અને પાંચ મોબાઇલ ફોન મળી રૂ.૬૦,૮૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પકડાયેલા શખ્સોમાં મહેફુઝ હુસેન બદામ ઉર્ફે મુન્નો પણ પકડાય ગયો છે. આ શખ્સ આઠ ગુનાઓમાં વોન્ટેડ હતો.