સુરેન્દ્રનગરમાંથી વધુ એક કૌભાંડનો પર્દાફાશ : સિલિન્ડરમાંથી ગેસ કાઢીને બાટલાનું વિતરણ કરતાં લોકમાં રોષ

સુરેન્દ્રનગરમાંથી વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં સિલિન્ડરમાંથી ગેસ કાઢીને બાટલાનું વિતરણ કરાઈ રહ્યા હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ગેસના બાટલામાં ઓછો ગેસ આપવામાં આવેલ હોવાનો કૌભાંડ સામે આવ્યો છે, તપાસ કરવામાં આવતા ગેસની સિલિન્ડર અને ગેસના વજનથી આશરે 2 કિલો વજન ઓછું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે જાણ થતાની સાથે જ મામલતદાર સહિતની ટીમો સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે.