આહવામાં કુવામાં ખૂંખાર દીપડો ખાબકતાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ
copy image

આહવા પોલીસ લાઈનની પાછળ કુવામાં ખૂંખાર દીપડો પડી જવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આહવા પોલીસ લાઈનની પાછળ કુવામાં દીપડો ખાબક્યો હતો. આ બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા તેમની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આ કામગીરી દરમ્યાન 21 કલાકની જેહમત બાદ દીપડાને બહાર સુરક્ષીત બહાર કઢાયો હતો.