સાબરકાંઠામાં બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછે હુમલો કર્યો
copy image

સાબરકાંઠામાં એક મહિલા પર રીછએ હુમલો કરી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ઝાલેટા ગામમાં આ બનાવ બન્યો છે. બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગામમાં બકરા ચરાવવા ગયેલી મહિલા ઉપર રીંછે હુમલો કરી દીધો હતો. બનાવમાં આ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. બનાવને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.