નાના કપાયામાં ગટરનાં વહેણમાંથી કોહવાયેલી હાલતમાં અજાણી યુવતીની લાશ મળી આવતા છાનબીનનો દોર શરૂ

copy image

મુંદ્રા નજીક નાના કપાયામાં ગટરનાં વહેણમાંથી કોહવાયેલી હાલતમાં અંદાજે 25 વર્ષીય અજાણી યુવતીની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભેદી સંજોગોમાં મળી આવેલ યુવતીની આ લાશના ગળામાં બે ફૂટ લંબાઇનું સફેદ મેલું કપડું કસીને બાંધેલું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. સવારના અરસામાં નાના કપાયામાં શુભમ પેટ્રોલપંપ પાછળ એલ એન્ડ ટી કોલોનીના પાછળના ભાગે ગટરનાં વહેણમાંથી અજાણી યુવતીની કોહવાયેલી લાશ મળે આવતા છાનબીન હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ગળામાં કસીને ગાંઠ વાળેલું સફેદ મેલું કપડું મળી આવ્યું હતું. અંદાજિત 25 વર્ષની આ યુવતીએ ગુલાબી-સફેદ કલરનો પંજાબી ડ્રેસ જેના પર દિલ આકારની ભાત ચીતરેલી છે. ઉપરાંત જમણા હાથમાં અંગ્રેજીમાં `જ્યોતિ’ છૂંદણાથી કોતરેલું છે.આ બનાવ અંગે પોલીસે આગળની વધુ છાનબીન આરંભી છે.