ચેક પરત ફરવાના પ્રકરણમાં સજાનો હુકમ સેશન્સ કોર્ટે કાયમ રાખી આરોપીને જેલમાં ધકેલાયો

jail

copy image

copy image

ચેક પરત ફરવાના પ્રકરણમાં એક વર્ષની કેદનો હુકમ સેશન્સ કોર્ટે કાયમ રાખ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી લાખુ લખમણ ગઢવીને આરોપી શખ્સે આપેલ ચેક પરત ફરતા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં માંડવી કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા તથા રૂા. 10 લાખનો દંડ ફટકારતો આદેશ જાહેર કર્યો હતો.  ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ હુકમ વિરુદ્ધ આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં સેશન્સ કોર્ટે પણ માંડવી કોર્ટના હુકમને કાયમ રાખી આરોપીને કેદની સજા ફટકારી હતી.